ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
રેવા ફાઉન્ડેશન દ્વારા આયોજન
મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને કરાયુ વિતરણ
ચોમાસાને ધ્યાનમાં રાખી છત્રીનું વિતરણ
ભરૂચના રેવા ફાઉન્ડેશન દ્વારા તારાબાઈ મિશ્રશાળા અને લાલબજાર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખાતે રેવા ફાઉન્ડેશન દ્વારા તારાબાઈ મિશ્ર સ્કૂલ અને લાલબજાર મિશ્રશાળાના વિદ્યાર્થીઓ માટે છત્રી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઉપયોગી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલી ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, સભ્ય જગદીશ સેડાલા અને દિનેશ શાહ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ફાઉન્ડેશનના આ સેવાભાવી પ્રયાસથી બંને શાળાના બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો.વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન શાળાએ આવવા-જવામાં સુવિધા મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
