ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન
લોક ડાયરાનું આયોજન
ભજનો-લોકગીતોની રમઝટ
કલાકારો રહ્યા ઉપસ્થિત
ગ્રામજનોએ માણ્યો આનંદ
ભરૂચના હાંસોટના ઇલાવ ગામે રામદેવપીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી.
ભરૂચના હાંસોટ ઇલાવ ગામે શ્રી રામદેવપીર અને ભાથીજી મહારાજની કૃપાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ઇલાવ ગ્રામજનોના આયોજન હેઠળ યોજાયેલા આ લોક ડાયરામાં લોકસંગીત અને મનોરંજનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં કલાકારો તથા વાદક વૃંદ દ્વારા વિવિધ લોકગીતો અને સંગીતની રજૂઆતો કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જીનલ પટેલ, જમિયત પટેલ, મેહુલ પટેલ, સચિન પટેલ, નિર્મલ પટેલ, તુષાર મૈસૂરિયા, સુનિલ મૈસૂરિયા સહિતના કલાકારોએ પોતાની કલાની રજૂઆત કરી હતી.
લોક ડાયરામાં ઉપસ્થિત શ્રોતાઓએ કલાકારોની સંગીતમય રજૂઆતોનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકસંગીત અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું.
