ડુમસ વિસ્તારમાંથી દારૂની પાર્ટી ઝડપાઈ

વેપારીઓની પાર્ટી પર પોલીસના દરોડા

છ ધનાઢ્ય વેપારીઓની ધરપકડ

14 વિદેશી દારૂની બોટલ જપ્ત

રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં શરાબની મહેફિલો પર પોલીસનો કડક સપાટો યથાવત છે. ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાજહંસ બેલીઝા બિલ્ડિંગના B-ટાવરમાં ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 6 વેપારીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં સતત બીજા દિવસે હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ છે.બાતમીના આધારે ડુમસ વિસ્તારમાં આવેલ રાજહંસ બેલીઝા બિલ્ડિંગના B-ટાવરમાં ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડતા ફ્લેટમાંથી 14 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી 8 નંગ મોંઘા મોબાઈલ ફોન કિંમત રૂપિયા 4 લાખ અને દારૂની હેરાફેરીમાં વપરાયેલી 5 લાખ રૂપિયાની એક કાર પણ જપ્ત કરી છે. પોલીસે કુલ રૂપિયા 10 લાખ 7 હજાર 180નો મુદ્દામાલ કબજે લીધો છે.

તપાસમાં સામે આવ્યું છે કે જે રૂમમાં આ મહેફિલ ચાલતી હતી તે રૂમ વેપારી અનુપ પાંપાળીયાની હતી અને તમામ આરોપીઓ પોતાના વાહનમાં જ દારૂ સંતાડીને લાવ્યા હતા. પોલીસે 6 વેપારીઓ અનુપમ પાંપાળીયા,ગોપાલ રાઠી,ધીરજ પાંપાળીયા,આનંદ પાંપાળીયા,મુદ્દસર માકડા,ગગન ચાંડકની ધરપકડ કરી હતી.પોલીસે તમામ છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.