ભરૂચના આમોદ તાલુકાના પુરસા ગામમાં રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં અજગર ઘૂસી આવતાં ગ્રામજનોમાં ભારે ચકચાર મચી હતી. અચાનક અજગર દેખાતા તેને જોવા માટે લોકોની દોડધામ જોવા મળી હતી. કાસમભાઈ મલેકના વાડામાં ઘૂસેલા અજગરે એક પાલતુ બિલાડીને પકડી તેનો શિકાર કર્યો હતો. અજગર બિલાડીને ગળી રહ્યો હોવાનો સમગ્ર બનાવ સ્થાનિક રહીશોએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો.બિલાડીનો શિકાર કર્યા બાદ અજગર વાડામાં પડેલા લાકડાના ઢગલામાં જઈને છુપાઈ ગયો હતો. રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક આમોદ વન વિભાગનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતાં વન વિભાગની ટીમ પુરસા ગામે પહોંચી હતી અને લાકડાના ઢગલામાં છુપાયેલા અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
