ભરૂચ વોર્ડ નંબર-1માં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશોમાં સ્થાનિક કોર્પોરેટર સામે રોષ જોવા મળ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારોમાં રોડ, સ્ટ્રીટ લાઈટ અને વરસાદી પાણીના નિકાલ જેવી માળખાકીય સુવિધાઓના કામો કરવામાં આવતા નથી.રહીશોએ પોતાની સમસ્યાઓને લઈને ભરૂચ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરી હતી અને વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.રહીશોએ જણાવ્યું હતું કે વિસ્તારમાં રસ્તાઓ ખાડાઓથી બિસ્માર બન્યા છે અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સાથે જ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અભાવે અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.