ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ ઉદ્ઘાટન અને પ્રારંભ પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં થયો હતો. પેહલા દિવસે ઉદ્ઘાટન સત્રોમાં વક્તા તરીકે ડો. પ્રશાંત કોરાટ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રશિક્ષણ આપ્યું હતું.
પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ રાજ, ઉપપ્રમુખ નિરલ પટેલ, મનોજ મહેતા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, છત્રસિંહ મોરી, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, યોગેશ પટેલ, સહિતના પ્રશિક્ષાર્થીઓ તરીકે જોડાયા હતા.ભાજપ જિલ્લા સંગઠન, પદાધિકારીઓ, હોદેદારો, જનપ્રતિનિધિઓ BAPS મંદિરે ત્રણ દિવસ 24 કલાક રાત્રી રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે.
