ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ડેબાર મુખ્ય હેડ વર્ક્સ ખાતે ફરજ બજાવતા આદિવાસી કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ મુદ્દે નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ડેબાર ખાતે વોટર પ્લાન્ટનું હેડ વર્ક્સ આવેલું છે, જ્યાં 12 જેટલા કામદારો ફરજ બજાવે છે. નેત્રંગના ડેબાર મુખ્ય હેડવર્ક્સ ખાતે ફરજ બજાવતા આદિવાસી કામદારોનું આર્થિક શોષણ કરવા, સરકારી નાણાંની ઉચાપત કરવા તેમજ મુખ્ય એજન્સીના અધિકારી દ્વારા નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો કામદારોએ આક્ષેપ કર્યો છે, ત્યારે આ મામલે આદિવાસી કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી. આ સાથે જ 7 દિવસની અંદર જવાબદાર મુખ્ય એજન્સીના અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો ઉપાવાસ આંદોલન કરવા સહિત  લેબર કમિશનર અને હાઇકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.