સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ઐતિહાસિક ફુલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભક્તિનું એક અનોખું રૂપ જોવા મળી રહ્યું છે. રાજસ્થાનથી આવતા ચુનીલાલ છેલ્લા 50 વર્ષથી શ્રાવણ માસમાં અહીં આવીને અખંડ શિવ ભક્તિ કરે છે.

ચુનીલાલ નાનપણથી જ આ મંદિરે આવે છે. તેમની શિવપૂજા કરવાની શૈલી ખૂબ જ અનોખી અને પર્યાવરણને પૂરક છે. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને શુદ્ધ માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરે છે. દિવસ દરમિયાન નવા નવા યંત્રો લગાવીને પૂજા, અર્ચન, કાવડ અભિષેક અને શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરે છે.
આખો શ્રાવણ માસ દરમિયાન તેઓ 1 લાખ જેટલા ‘ૐ નમઃ શિવાય’ મંત્રના જાપ કરે છે. સાંજે પૂજા પૂર્ણ થયા બાદ પર્યાવરણની જાળવણીના હેતુથી આ માટીના શિવલિંગને સ્થાનિક તળાવમાં પધરાવી વિસર્જન કરે છે અને બીજા દિવસે ફરી નવું શિવલિંગ બનાવે છે. તેમની આ નિષ્કામ ભક્તિ જોઈને મંદિરે આવતા અન્ય શ્રદ્ધાળુઓ પણ તેમની પાસે પૂજા-અર્ચન કરાવે છે. ચુનીલાલની આ અવિરત 50 વર્ષની સેવા અને શ્રદ્ધાને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેમની રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે.