ભરૂચના આમોદમાં વિકાસ કાર્ય
ઢાઢર નદી પર બ્રિજનું નિર્માણ
રૂ.66 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયુ
ધારાસભ્ય ડે.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ
અનેક વાહન ચાલકોને રાહત
ભરૂચના આમોદ નજીક ઢાઢર નદી પર રૂપિયા 66 કરોડના ખર્ચે નિર્માણ પામેલ દેણવા-ડોલીયા બ્રિજનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ, જંબુસર તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતા આમોદ નજીક ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણવા-ડોલીયા બ્રિજનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં હાલ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે આસપાસના અનેક ગામોના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે અને મહત્વપૂર્ણ જોડાણ ઉપલબ્ધ થશે.
લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના લોકાર્પણથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બ્રિજ શરૂ થતાં મુસાફરીનો સમય ઘટવાની સાથે આસપાસના ગામોના લોકો, વેપારીઓ અને વાહનચાલકોને પણ તેનો સીધો લાભ મળવાની શક્યતા છે.
