સુરતના કતારગામ ખાતે આવેલ સિલ્વર સ્ટોન રિવર પરિસરમાં તાજેતરમાં સામૂહિક રુદ્રાભિષેકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ક્લીનઅપ સુરત ડ્રાઇવ’ અંતર્ગત એક અનોખી અને પર્યાવરણપ્રેમી પહેલ પણ કરવામાં આવી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના રુદ્રાભિષેકનું અનન્ય મહત્વ છે. સુરતના કતારગામ ખાતે આવેલ સિલ્વર સ્ટોન રિવર પરિસરમાં તાજેતરમાં સામૂહિક રુદ્રાભિષેકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે પૂજા બાદ ધાર્મિક દ્રવ્યો અને ફૂલોને નદી કિનારે કે ખુલ્લામાં પધરાવી દેવાતા હોય છે, જેનાથી નદીઓ પ્રદૂષિત થાય છે અને ગંદકી ફેલાય છે. પરંતુ ‘ક્લીનઅપ સુરત ડ્રાઇવ’ અંતર્ગત કતારગામમાં એક અનોખી અને પર્યાવરણપ્રેમી પહેલ કરવામાં આવી છે.અહીં શિવજી પર ચડાવવામાં આવેલા દૂધ અને પાણીના અભિષેક તેમજ બીલીપત્ર-ફૂલોને નદીમાં ફેંકવાને બદલે માટી સાથે ભેળવીને કુંડામાં ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવ્યું છે.

શ્રદ્ધાની સાથે પ્રકૃતિની જાળવણી કરતી કતારગામની આ પહેલ ખરેખર અનુકરણીય છે. જો આવી જ જાગૃતિ દરેક જગ્યાએ આવે, તો આપણી નદીઓ અને શ્રદ્ધા બંને પવિત્ર રહેશે!