ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં સહકાર પેનલ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઇલાવ ગામે જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જાહેરસભા યોજાઈ હતી, જેમાં સહકાર પેનલના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરસભામાં પંડવાઈ સુગર ફેક્ટરીના વાઇઝ ચેરમેન અનિલ પટેલ, જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા મગન પટેલ, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણી આગામી 5 સપ્ટેમ્બરે યોજાનાર છે. કુલ 16 બેઠકોમાંથી 14 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે. હવે બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેને લઈને સહકાર પેનલ દ્વારા પ્રચારનો પ્રારંભ કરી મતદારોને પોતાના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી.
ભરૂચ : હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં સહકાર પેનલના પ્રચારનો પ્રારંભ,મંત્રી ઇશ્વરસિંહ પટેલે જાહેર સભા સંબોધી
