ભરૂચમાં ઉજવણી

રક્ષાબંધનના પર્વની ઉજવણી

સબજેલમાં ઉજવણી કરાય

લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા

બહેનોએ કેદી ભાઈઓને બાંધી રાખડી

ભરૂચ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ સમયે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

ભરૂચ સબ જેલમાં રક્ષાબંધન નિમિત્તે બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના હાથ પર રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાં અશ્રુરૂપે લાગણી અને ભાવુકતા જોવા મળી હતી.જેલની દીવાલો ભાઈ-બહેનને એકબીજાથી અલગ રાખી શકે છે, પરંતુ તેમના હૃદયમાં રહેલા પ્રેમના બંધનને ક્યારેય અલગ કરી શકતી નથી.બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધીને તેમના સુખી જીવનની અને સારા ભવિષ્યની પ્રાર્થના કરી હતી. તો ભાઈઓએ પણ બહેનની રક્ષા અને હંમેશા સાથ આપવાનું વચન આપ્યું.આ ક્ષણે જેલનું વાતાવરણ પણ જાણે લાગણીઓથી ભરાઈ ગયું હતું.કોઈની આંખોમાં ખુશીના આંસુ હતા, તો કોઈની આંખોમાં ભાઈને વહેલી તકે પરિવાર સાથે જોવાની આશા.