ભરૂચની ઉમલ્લા પોલીસની કાર્યવાહી
કેબલ ચોર ટોળકી ઝડપાઇ
7 આરોપીઓની કરી ધરપકડ
બાતમીના આધારે આરોપી ઝડપાયા
મુદ્દામાલ કબ્જે કરાયો
ભરૂચની ઉમલલા પોલીસે કેબલ ચોર ટોળકીના સાત સાગરિતોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોના બોરવેલમાંથી કેબલ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં ઉમલ્લા પોલીસને સફળતા મળી છે. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ઇંદોર ગામની સીમમાં આવેલા ખેતરોના કુવાના બોરવેલમાંથી કેબલની ચોરી બામલ્લા ગામના કેટલાક શખ્સોએ કરી છે. બાતમીના આધારે પોલીસે બામલ્લા ગામે તપાસ હાથ ધરી કૌશીકભાઈ નરેશભાઈ વસાવા અને સંદિપભાઈ મેલસીંગભાઈ વસાવાને ઝડપી લીધા હતા.પોલીસની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ અન્ય સાથીદારો સાથે મળી રાત્રિના સમયે કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. વધુ તપાસમાં પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓમાં કૌશીકભાઈ નરેશભાઈ વસાવા, સંદિપભાઈ મેલસીંગભાઈ વસાવા, અલ્કેશભાઈ અમૃતભાઈ વસાવા, પિયુષભાઈ રતિલાલ વસાવા, મનિષભાઈ લક્કડીયાભાઈ વસાવા, અંકિતભાઈ ભરતભાઈ વસાવા અને રાહુલભાઈ શીવાભાઈ મોર્યોનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ચોરી કરાયેલ કેબલ સહિતનો મુદ્દામાલ તથા ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી ઉમલ્લા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
