ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પાઇપ વડે ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-2ના વિદ્યાર્થીને શિક્ષકે પાઇપ વડે માર માર્યો હોવાના આક્ષેપથી ચકચાર મચી છે.મળતી માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે પાઇપ વડે માર માર્યો હતો. મારના કારણે વિદ્યાર્થીના શરીર પર ઇજાના નિશાન પડી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થી ઘરે પહોંચ્યા બાદ માતાએ તેના શરીર પર મારના નિશાન જોયા હતા. ત્યારબાદ માતાએ સમગ્ર મામલે આક્રોશ વ્યક્ત કરી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલાની તપાસ આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.તપાસના અહેવાલ બાદ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.