ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશનથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલ FIRના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હત

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હલ્દવાની રેલીના સ્થળે કરવામાં આવેલી “શુદ્ધિકરણ વિધિ”ના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, બંધારણીય મૂલ્યોનું ગંભીર અપમાન કરનારાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ભાજપની રાજ્ય સરકારના ઈશારે ઉત્તરાખંડ પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે.આ કાર્યવાહીના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુઁ.કોંગ્રેસના આગેવાનોના આક્ષેપો અનુસાર લોકશાહી અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષના નેતાઓ સામે રાજકીય દબાણના ભાગરૂપે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબહેન તડવી, સમસાદ સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા અને ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા