સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બટાકા પકવતા ખેડૂતોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ભારે રોષ જોવા હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બટાકા પકવતા ખેડૂતોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજના નનાનપુર ગામે આસપાસના 10થી વધુ ગામોના બટાકા ઉત્પાદક ખેડૂતો એકઠા થયા હતા અને કંપનીઓની અન્યાયી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો.

ખેડૂતોનો આક્ષેપ છે કે ડીઝલ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ વધતા ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે. ગત વર્ષે પણ ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. હાલ કંપનીઓ 20 કિલોના માત્ર 275થી 280 રૂપિયા આપી રહી છે, જ્યારે ખેડૂતોની માંગ પ્રતિ 20 કિલો રૂપિયા 300 થી વધુ ભાવની છે.

ગત વર્ષે સરકાર અને કૃષિ મંત્રીની મધ્યસ્થી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો માંગણીઓ નહી સ્વીકારાય તો કંપનીઓ પાસેથી બિયારણ લેવામાં આવશે નહીં અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો બહિષ્કાર કરી અન્ય રવિ પાક તરફ વળવામાં આવશે.