અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રાનું સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. જીઆઇડીસીમાં આવેલ સરદાર ભવન ખાતેથી નીકળેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા.રથયાત્રા યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક  કાર્યક્રમો અને ટેબ્લૉ રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગંગાદાસ બાપુ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી નાથુભાઈ દોરીક, રમેશ સવાણી, ભાજપ પ્રમુખ જય તેરૈયા, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના

હિંમત સેલડીયા, દેવનેન્દ્ર સાવલિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ વર્ષે પ્રથમ વખત મહાભારતના દ્રૌપદી ચીરહરણનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું હતું જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.