ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 62 મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદના 62 મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરમાં શંભુ ડેરી નજીક આવેલ રેવા સેવા સમન્વય સમિતિ સંઘ કાર્યાલય ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી,મુકતાનંદ સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, કુકરવાડા સ્થિત ધ્યાંન સેવા આશ્રમના શ્રી લોકેશાનંદજી મહારાજ , જિલ્લા ઉપાધ્યક્ષ દુષ્યંત સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે.
