ભરૂચના સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ ચોકડીથી અયોધ્યા નગર સુધી યોજાયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ગણેશ મહોત્સવની ઉજવણી સાથે સંતોષી માતા યુવક મંડળ દ્વારા સામાજિક સેવાનો પણ સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.શોભાયાત્રામાં ભક્તિભાવ સાથે બાળ ગણેશની ભવ્ય ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સમગ્ર માર્ગ પર ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પરેશ લાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ મહોત્સવની ઉજવણીમાં ધાર્મિક આસ્થા સાથે સામાજિક સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
ભરૂચ : સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રા, ગરીબ બાળકોને ચોપડા વિતરણ
