ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નાના-નાના ભૂલકાઓએ બાલ-કૃષ્ણ અને રાધાના વેશ ધારણ કરી મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાળકોના નૃત્ય, નાટક અને રાસ-ગરબાથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું.
આ વિશેષ કાર્યક્રમમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદિદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનો અને મોટી સંખ્યામાં અનુયાયીઓ આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.કાર્યક્રમના અંતે પરંપરાગત મટકી ફોડ યોજાઈ હતી, જ્યાં “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના જયઘોષ સાથે આખું અનુભૂતિ ધામ ગુંજી ઉઠ્યું હતું.
