ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવન ખાતે વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે સન્માન સમારોહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે રુંગટા વિદ્યાભવન અને સંસ્કૃતિ સેવા સાક્ષરતા દ્વારા સાક્ષરતા – સશક્ત સમાજ તરફનું પ્રથમ પગથિયુના સંદેશ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ૨૫ વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા કાંતિભાઈ રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ બાદ પણ તેઓ સેવાભાવ સાથે ગાયત્રી પરિવાર સાથે જોડાઈ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના લોકોને સાક્ષર બનાવવાની કામગીરી કરી રહ્યા છે. તેમના આ સેવાકાર્યને બિરદાવતાં કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સામાજિક આગેવાન યોગી પટેલ તેમજ રુંગટા વિદ્યાભવનનો સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સભ્યો દ્વારા રેલવે સ્ટેશન સર્કલ ખાતેથી માનવ સાંકળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સાંકળ દ્વારા સાક્ષરતા, શિક્ષણ અને જાગૃતિનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
