ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચ જિલ્લાના પાંચ તથા સુરત ગ્રામ્ય જિલ્લાના એક મળી કુલ છ પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા લિસ્ટેડ પ્રોહી બુટલેગરને અંકલેશ્વર તાલુકાના હજાત ગામેથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કર પ્રોહિબીશનના ગુનામાં પકડવાનો બાકી લિસ્ટેડ બુટલેગર દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવા હજાત ગામે પોતાના ઘરે આવ્યો છે.બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હજાત ગામે પહોંચી આરોપીના ઘરે તપાસ કરતા દશરથ ઉર્ફે દશુ વસાવા મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને હાંસોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે.આરોપીની પ્રોહીબિશનના 34 જેટલા ગુનામાં સંડોવણી બહાર આવી છે.
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હજાત ગામેથી લિસ્ટેડ બુટલેગરની કરી ધરપકડ, પ્રોહીબિશનના 34 ગુનામાં સંડોવણી બહાર આવી
