અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવીનગરીમાં ઘરની બાજુમાં સટ્ટો રમાડતી ભારતી વસાવાના ત્યાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી વસાવા સુનિતા, ભારતી અને જિતેશને ઝડપી લીધા હતા.
સ્લીપબુક, કાર્બન પેપર, બોલપેન, આંકડા લખેલી ચિઠ્ઠીઓ અને રોકડા ₹12460 કબ્જે કરાયા હતા. સુનિતાને ભારતી ₹450 ના મહેનતાણા પર આંકડા લખવા બેસાડતી હતી. દરોડામાં નાસી છૂટેલા આરોપીઓ ફારૂક દૂધવાલા, આસિફ લીંબાડા, પ્રવીણ, લક્ષ્મણ અને અર્જુનને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા.
