ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ભોલાવ ખાતે આયોજન
ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
રક્તદાન શિબિર યોજાઈ
રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચના ભોલાવ ગામ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રકતદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના ભોલાવ ગામ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. વરસાદી માહોલને પગલે કેમ્પનું આયોજન મસ્જિદ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ સમાજના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ 126 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.કેમ્પમાં કલ્લા શરીફના હઝરત સૈયદ ક્લીમ બાવા, ભોલાવના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર, ભરૂચ નગરપાલિકા કાઉન્સિલર સમશાદઅલી સૈયદ, પંકજ આહીર, માસુમ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા સલીમ રાઠોડ, ઇમ્તિયાઝ રાજ, ઈરફાન રાઠોડ, સમીર રાજ સહિતના યુવાનો અને આગેવાનોએ મહેનત કરી હતી.
