અંકલેશ્વરના કોસમડીનો બનાવ

ઉમંગલક્ષ્મી એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયા

બંધ મકાનમાં ચોરીનો બનાવ

રૂ.5.91 લાખના માલમત્તાની ચોરી

જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના મોરાફળિયામાં આવેલ ઉમંગ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂ 5.91 લાખ ના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના કોસમડીના મોરાફળિયામાં ઉમંગલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન જગતાપ મકાનને તાળું મારી પત્નીને લેવા મહારાષ્ટ્ર  ગયા હતા .દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 4 લાખ અને 1.91 લાખ ના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

પાડોશીએ ચોરી અંગેની જાણ કરતા  તેઓ દોડી આવ્યા હતા અને જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.ચોરી અંગે જીઆઇડીસી પોલીસે રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 5 લાખ 91 હજારની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે