અંકલેશ્વરમાં વિકાસના કાર્યો
ગડખોલ-અંદાડા રોડની કામગીરી
રૂ.68 લાખનો કરાશે ખર્ચ
ગટરમાં અનેક વાહનચાલકો ખબકયા હતા
અંકલેશ્વરના ગડખોલ-અંદાડા માર્ગ પર આરસીસી રોડના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાય જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો
અંકલેશ્વરના ગડખોલ-પાટિયા થી અંદાડા માર્ગ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ માર્ગ બિસ્માર બન્યો હતો જેથી વાહનચાલકોને આવન-જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.આ મુશ્કેલી અંગે સ્થાનિક લોકોએ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરી હતી. જેના પગલે તાત્કાલિક અસરથી રૂ. 68 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.
આજરોજથી માર્ગ મકાન વિભાગ દ્વારા સીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરી શરૂ થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.આ માર્ગના નિર્માણ અને સમારકામથી ગડખોલ ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.
