અંકલેશ્વરમાં કરાયુ આયોજન

તાલુકા પોલીસ મથક ખાતે આયોજન

રેન્જ આઈ.જી.સંદીપસિંહ રહ્યા ઉપસ્થિત

પોલીસની કામગીરીનું કર્યું નિરીક્ષણ

પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે રેન્જ આઇ.જી સંદીપ સિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. સંદીપસિંહની અધ્યક્ષતામાં યોજાયેલા આ ઈન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એસ.પી. અક્ષયરાજ મકવાણા, ડી.વાય.એસ.પી. કુશલ ઓઝા સહિત પી.આઈ. અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઈન્સ્પેક્શન દરમિયાન અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

રેન્જ આઈ.જી. સંદીપસિંહે પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી અને રેકોર્ડનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી.વાર્ષિક ઈન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ દરમિયાન જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.