રાજપીપળા ચોકડી નજીક ચોમાસામાં વેપારીઓની હાલાકી

મોના કોમ્પલેક્ષ પાસે ગંદકીનું સામ્રાજ્ય

પીડબ્લ્યુડીની બેદરકારી સામે દુકાનદારોમાં ભારે રોષ

બે વર્ષ પહેલા રોડ બન્યો પણ ગટર ભૂલાઈ

વરસાદી પાણી નિકાલ ન થતા વેપારીઓ મુશ્કેલીમાં

અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલા મોના કોમ્પલેક્ષ પાસે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક દુકાનદારોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલા મોના કોમ્પ્લેક્સ પાસે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક દુકાનદારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

બે વર્ષ અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં રોડનું નિર્માણ તો કરવામાં આવ્યું હતું, પરંતુ પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી નહોતી. જેને કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

રોડ અને કોમ્પલેક્ષ આસપાસ કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા વેપારીઓનો ધંધા-રોજગાર પણ પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા વહેલી તકે ગટર લાઈનનું નિર્માણ કરી આ સમસ્યામાંથી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.