હીરા વેપારીને રફ ડાયમંડમાંથી મળી કુદરતી ગણેશજીની આકૃતિ
અનોખી ભક્તિ સાથે અનમોલ આસ્થાનું ઉદાહરણ
રફ ડાયમંડમાં સાક્ષાત્ પ્રગટ્યા વિઘ્નહર્તા, સ્થાપના કરી પૂજા કરાઈ
રફ હીરામાં ગણપતિની કુદરતી આકૃતિ છતાં મૂર્તિ તરીકે કરી સ્થાપના
સ્વયંભૂ ગણેશજીના દર્શન માટે લોકોની ભારે ભીડ
સુરતના ગણેશ પર્વ નિમિત્તે ભક્તિ અને આસ્થાનું એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે.હીરા વેપારીએ એક રફ ડાયમંડની ખરીદી કરી હતી. આ રફ ડાયમંડમાં ગણપતિની આકૃતિ જોવા મળતા અનમોલ આસ્થાનો માહોલ સર્જાયો હતો.
સુરતના ગણેશ પર્વ નિમિત્તે ભક્તિ અને આસ્થાનું એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે.હીરા વેપારીએ એક રફ ડાયમંડની ખરીદી કરી હતી. આ રફ ડાયમંડમાં ગણપતિની આકૃતિ જોવા મળી રહી છે, એ પણ જમણી સૂંઢ વાળી જેથી આ કુદરતી મૂર્તિની વેપારીએ સ્થાપના કરી હતી.ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે આ વિશેષ હીરાને દર્શન અને પૂજા માટે મૂકવામાં આવ્યો છે.જેની કિંમત આંકી શકાય તેમ નથી,પરંતુ હાલ તેની કરોડોની કિંમત હોવાનું અનુમાન લોકો કરી રહ્યા છે.
ડાયમંડ નગરી સુરતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે.ત્યારે એક કુદરતી રફ ડાયમંડ દાવો કરવામાં આવી રહ્યો છે કે પૃથ્વીના પેટાળમાંથી લાખો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ મળેલો આ સફેદ રફ ડાયમંડ કુદરતની એક અદભૂત ભેટ છે. આ હીરાની જમણી બાજુ ધ્યાનથી જોતા સાક્ષાત ‘સિદ્ધિવિનાયક’ ભગવાન ગણેશજી જેવી આકૃતિ સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે.જેની કિંમત ભક્તો કરોડો રૂપિયા આંકી રહ્યા છે.
હીરાના વેપારી રાજેશ પાંડવ કતારગામમાં રહે છે. અને બાપ્પાની સ્થાપના પણ પોતાના ઘરે જ કરે છે.તેઓ દર વર્ષે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે આ વિશેષ કુદરતી હીરાને એક દિવસ માટે દર્શનાર્થે લાવે છે. બાપ્પા પ્રત્યેની શ્રદ્ધા સાથે આ રફ ડાયમંડને ઘરે લાવીને વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ ભક્તોને દર્શન કરાવાય છે.
