અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નવાદીવા ગામના શામજી ફળિયામાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામમાં રહેતો રામુભાઈ મનાભાઈ વસાવા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મકાનના અંદરના રૂમના ખૂણામાંથી કાળા રંગની બેગમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 180 એમએલની કુલ 108 બોટલો મળી આવી હતી. 

પોલીસે જપ્ત કરેલા દારૂની કુલ કિંમત રૂ. 23,640 હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે રામુભાઈ મનાભાઈ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.