વિધ્નહર્તાની વિસર્જન યાત્રા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ
તંત્ર દ્વારા કુત્રિમ-કુદરતી ઓવારા બનાવવામાં આવ્યા
હર્ષોલાસભેર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે
ગણેશ વિસર્જન માટે પોલીસ તંત્રનું વિશેષ આયોજન
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત મોનિટરિંગ
સુરત શહેર તથા જીલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન માટે ક્રેનથી લઈ બંદોબસ્ત તેમજ ફાયર વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત શહેરમાં મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના હજીરા, મગદલ્લા અને ડુમસમાં સઘન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હજીરામાં 12 ક્રેન અને 12 ફોકલિફ્ટ તૈનાત રહેશે. મગદલ્લા અને ડુમસમાં પણ મશીનરી તૈનાત કરવામાં આવી છે. તા. 25 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈ ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તો બીજી તરફ, ગણેશ વિસર્જનને લઈ એરપોર્ટ જનાર મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપીલ કરાય છે. આ સાથે જ વિસર્જનના દિવસે સુવાલી-ડુમસ બીચ બંધ રહેશે. તા. 25 સવારથી 26 સુધી દરિયા કિનારે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
