નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે અને લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને તેવા હેતુથી અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ અને નર્મદા લાઈફ લાઈન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોની સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે જ વિવિધ રોગો અંગે માર્ગદર્શન, જરૂરી તબીબી તપાસ માટેની સલાહ તેમજ દવાઓને લગતું માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, નગરપાલિકાની ડિસ્પેન્સરી કમિટીનાં ચેરમેન દીક્ષિતાબેન રાણા સહિત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.