ભરૂચના રાજકારણમાં ગરમાવો

જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ લાડની વરણી

પરેશ લાડે વિધિવત ચાર્જ સંભાળ્યો

ડો.બાબા સાહેબ અંબેકડરને કર્યા વંદન

ભાજપ કાર્યાલય પર કર્યું પૂજન અર્ચન

ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પરેશ લાડે આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડે આજે વિધિવત્ પદભાર સંભાળ્યો હતો. પદગ્રહણ કાર્યક્રમ પહેલાં પરેશ લાડે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ પાંચબત્તી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પૂજાવિધિ યોજાઈ હતી, જેમાં પરેશ લાડે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, આગેવાન દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પદભાર સંભાળ્યા બાદ પરેશ લાડે સૌને સાથે રાખીને ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કામગીરી કરવાની વાત કરી હતી.ઉલ્લેખનીય છે કે ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને અડધી ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જ બદલીને પરેશ લાડની ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.