અંકલેશ્વર GIDCમાં ફરી એકવાર આગની ઘટના સામે આવતાં દોડધામ મચી ગઈ હતી. ઓરિએન્ટ એરોમાં નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગને પગલે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા, જે દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.ફાયર વિભાગના બે ફાયર ફાયટરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.અંકલેશ્વર GIDCમાં વારંવાર બનતી આગની ઘટનાઓને પગલે ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
