ભરૂચના આમોદ-જંબુસર રોડ પરથી પસાર થતા સમયે ધાધર નદીમાં મગર જોવા મળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.મગરને જોવા માટે ઢાઢર નદી પરથી પસાર થતા બાઈક ચાલકો તેમજ ફોરવ્હીલ ચાલકો વાહન રોકીને રેલિંગની આગળ જઈ જોખમી રીતે નદી તરફ નજર કરતા જોવા મળ્યા હતા.
મગર જોવા માટે લોકો જીવના જોખમે રેલિંગ આગળ જઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.જોકે, મગર નજીક હોવાના કારણે લોકો માટે જોખમ ઊભું થઈ શકે છે. ત્યારે મગરને જોવા માટે રેલિંગની આગળ ન જવા અને સુરક્ષિત અંતર જાળવવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે તેવી જરૂર છે.
