પોશીના તાલુકાના કોટડા ગઢીમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર
કપાસ પાકની આડમાં ગાંજાના 967 છોડનું વાવેતર ઝડપાયું
345.600 કિલો ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
રૂ. 1.72 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સની ધરપકડ
3 આરોપીઓ સામે NDPS એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરાય
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કોટડા ગઢી ગામમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી રૂ. 1.72 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કોટડા ગઢી ગામમાં કપાસના પાકની આડમાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ખેતરમાંથી ગાંજાના કુલ 967 છોડ જપ્ત કર્યા હતા, જેનું કુલ વજન 345.600 કિલો થયું હતું, અને તેની અંદાજિત કિંમત રૂ. 1 કરોડ 72 લાખ 80 હજાર હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે પોલીસે રાયચંદ રામા ગમાર, જગા રામા ગમાર અને રવા પુના ગમાર સામે NDPS એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી રાયચંદ રામા ગમારની ધરપકડ કરી, અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે, આરોપીઓએ અગાઉ ગાંજાના છોડનું વાવેતર કર્યું કે, તેનું વેચાણ વેચાણ કરવામાં આવ્યું છે કે, કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
