એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સ્પા કરી રેડ

દરોડા દરમિયાન કરૂણ ઘટના બની

સ્પા સંચાલકે ચોથા માળેથી લગાવી છલાંગ

ઈજાગ્રસ્ત સ્પા સંચાલકનું સારવાર દરમિયાન મોત

પોલીસ દ્વારા ઘટના અંગે શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા એક સ્પા પર પાડવામાં આવેલા દરોડા પાડવામાં આવ્યા હતા,પોલીસની કાર્યવાહીથી ગભરાઈ ગયેલા 42 વર્ષીય સ્પા સંચાલકે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ઝંપલાવ્યું હતું, જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.

સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે એક સ્પામાં દરોડા પાડ્યા હતા. પોલીસ ટીમને અચાનક સામે જોઈને સ્પાના સંચાલક રાજેશ રઘુવરસિંહ ઉં.વ. 42 ગભરાઈ ગયા હતા અને પકડાઈ જવાની બીકે તેમણે ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. મૂળ હરિયાણાના વતની રાજેશ હાલ સુરતના મગદલ્લા ગામમાં રહેતા હતા અને હોટલ તેમજ સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

ઊંચાઈ પરથી નીચે પટકાતા રાજેશભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા માટે મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.