અંકલેશ્વરમાં કરાયુ આયોજન

આર.એમ.પી.એસ.સ્કૂલ ખાતે આયોજન

ઇનામ વિતરણ સમારોહ યોજાયો

વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અપાયા

મહાનુભાવોએ આપી હાજરી

અંકલેશ્વરની આર.એમ.પી.એસ.સ્કૂલ ખાતે ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

રાજ્ય સરકારના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા તથા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, દેશપ્રેમ અને વહીવટી જાગૃતિ કેળવવાના હેતુથી ભરૂચ જિલ્લામાં ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ખાતે આવેલી RMPS ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રવિણ પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન કર્મીશા પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદારિયા તેમજ આગેવાન મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને કેન્દ્રમાં રાખીને યોજાયેલી ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી અને શિક્ષણની સાથે સર્જનાત્મકતા, વિચારશક્તિ તથા રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે પ્રોત્સાહિત કર્યા હતા.