અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
શિવદર્શન બંગલોઝમાં ચોરી
બંધ મકાનમાં ચોરી
રૂ.1.92 લાખના માલમત્તાની ચોરી
તસ્કરોની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ
અંકલેશ્વરના નવી દીવી રોડ પર શિવદર્શન બંગ્લોઝમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ 1.92 લાખના સોનાના દાગીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ શિવદર્શન બંગ્લોઝમાં મકાન નંબર 100માં રહેતા પ્રશાંત નાંદ્રે ગત તા 1 ઓક્ટોબરના રોજ રાત્રે મકાન બંધ કરી પરિવાર સાથે મહારાષ્ટ્રના સાકરી ગામે ગયા હતા દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાન ને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.પાડોશીઓએ ચોરી અંગેની જાણ કરતા તેઓ દોડી આવી શહેર એ ડિવિઝન પોલીસ મથક જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.પ્રશાંત નાંદ્રેએ રૂ 1 લાખ 92 હજારની કિંમતના 14 ગ્રામના સોનાના ઘરેણાંની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે નજીક માં લગાવેલા સીસીટીવી ચેક કરતા તસ્કરોની હલચલ કેદ થઇ હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરુ કરી છે.
