અંકલેશ્વરમાં કરાયુ આયોજન
ઓ.એન.જી.સી.ખાતે આયોજન
ભારતીય મજદૂર સંઘ દ્વારા આયોજન
ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું
હોદ્દેદારોની કરાય વરણી
અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ભરૂચ જિલ્લા ભારતીય મઝદૂર સંઘનું ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ભરૂચ જિલ્લાની કારોબારીની રચના કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભારતીય મઝદૂર સંઘ દ્વારા અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં આવેલ ઓડિટોરિયમ ખાતે ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અધિવેશનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહીત ભારતીય મઝદૂર સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શ્રમિકોના હિતો, સંગઠનની મજબૂતી અને આગામી સમયના આયોજનો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસગે ભરૂચ જિલ્લા ભારતીય મઝદૂર સંઘની નવી કારોબારીની જાહેરાત કરાય હતી.
શ્રમિકોના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનને નવી ઊર્જા આપવા માટે પ્રમુખ તરીકે પ્રતિક પટેલ ,કોષાધ્યક્ષ તરીકે સ્નેહલ પંચાલ સહીત હોદ્દેદારોની વરણી તેમજ વિવિધ ઉદ્યોગોમાંથી 25 જેટલા કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
