ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

કૃષિ મહાવિદ્યાલય ખાતે આયોજન

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

8 ઓક્ટોબર સુધી ચાલશે પ્રદર્શન

ગુજરાત રાજ્ય વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

ગુજરાત રાજ્ય વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ખાતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનનો શુભારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને વન વિભાગના અધિકારી ભાવના દેસાઈના વરદ હસ્તે કરાયો હતો.

“જૈવ વૈવિધ્યનું મહત્વ – Wildlife Today for a Brighter Tomorrow” થીમ આધારિત આ પ્રદર્શન 8 ઓક્ટોબર સુધી જાહેર જનતા અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે.વન વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ તથા કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું હતું.પ્રદર્શનમાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો દ્વારા કુદરતી વાતાવરણમાં કેદ કરવામાં આવેલી વિવિધ વન્યજીવોની આકર્ષક તસવીરો રજૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકજાગૃતિ વધારવાના હેતુથી આ પ્રદર્શન યોજાયું છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ તથા સામાન્ય નાગરિકોમાં વન્યજીવો અને જૈવ વૈવિધ્યના મહત્વ અંગે સમજ કેળવાય તે મુખ્ય ઉદ્દેશ છે.પ્રદર્શન થકી નાગરિકોને વન્યજીવોના રક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.