બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળક માટે જીવન સરળ નથી હોતું, પરંતુ જો દાદાનો પ્રેમ અને સરકારનો સાથ મળે તો જીવન બદલાઈ જાય છે. આવી જ કહાની છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચીંચડીયા-ગુણેથા ગામની કાજલબેન તડવીની.

માત્ર બે વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં અને માતાના પુનઃલગ્ન બાદ, દાદા રેવાભાઈએ કાજલબેનનો પિતાની જેમ ઉછેર કર્યો હતો.
ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ દાદાને દર મહિને રૂપિયા ૩,૦૦૦ ની આર્થિક સહાય DBT મારફતે મળી, જેનાથી કાજલબેનનો અભ્યાસ અને ઉછેર વિના વિઘ્ને પૂરો થયો હતો.
દીકરીના લગ્ન સમયે સરકારની દીકરી લગ્ન સહાય યોજના હેઠળ રૂપિયા 2 લાખની સહાય મળતા દાદા રેવાભાઈ દેવું કર્યા વગર પૌત્રીના લગ્ન ધામધૂમથી કરાવી શક્યા છે.

આજે કાજલબેન અને તેમના પતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટીમાં નોકરી કરીને આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે.દાદાનો પ્રેમ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ આજે અનેક નિરાધાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહી છે.
