ભરૂચના નબીપુર ઝનોર માર્ગ પર મોપેડ અને બાઈક સામસામે ભટકાતા પતિ પત્ની સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા
ભરૂચના નબીપુર-ઝનોર માર્ગ પર સામલોદ ગામ નજીક મોપેડ અને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નબીપુર-ઝનોર માર્ગ પર સામલોદ ગામ નજીક મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં જ્યોત્સના વસાવા અને તેમના પતિ સતીશ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન રાહુલ વસાવાનું પણ આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ ગમખ્વાર અકસ્માતમાં બે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકો ઝઘડિયા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
