અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

ખોડલધામ-કાગવડ દ્વારા આયોજન

મહાઆરતી દ્વારા ગરબા મહોત્સવનો પ્રારંભ કરાયો

સંતો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોડલધામ-કાગવડ દ્વારા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને  ગરબે ઘૂમ્યા હતા

નવરાત્રીના પાવન પર્વના પ્રારંભ સાથે જ અંકલેશ્વરમાં પ્રથમ નોરતે ગરબાની રંગત જામી હતી. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ખોડલધામ-કાગવડ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યોગી એસ્ટેટ નજીક આવેલા ગ્રાઉન્ડમાં આયોજિત આ મહોત્સવના પ્રથમ દિવસે સંતો અને આગેવાનોએ માતાજીની આરતી ઉતારી ગરબા મહોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો હતો.માતાજીની આરતી બાદ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક-યુવતીઓ ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યાં હતાં. પ્રથમ નોરતેથી જ ગરબા મહોત્સવમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.ખોડલધામ-કાગવડ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. માતાજીની આરાધના સાથે શરૂ થયેલા આ મહોત્સવે નવરાત્રીના પ્રથમ દિવસે જ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો.