ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં સારોદ ગામના વતની અને નિવૃત્ત ASI  નગીનભાઈ ડાહ્યાભાઈ મકવાણાનું મોત થતાં ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.

નગીનભાઈ ડાહ્યાભાઈ મકવાણા ભરૂચથી પોતાના વતન સારોદ ગામે આવી રહ્યા હતા. આ દરમિયાન બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે નગીનભાઈ ડાહ્યાભાઈ મકવાણાને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો અને સ્વજનોમાં શોકનો માહોલ છવાયો છે.