અંકલેશ્વર-વાલિયા રોડ પર ભડકોદ્રા પાટિયા નજીક બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી એક કાર પાછળથી અન્ય કાર સાથે અથડાયા બાદ સામેથી આવતી ટ્રક સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતાને કારણે એક કાર પલટી મારી ગઈ હતી.

અકસ્મતમાં એક કારની એરબેગ ખૂલી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પૂરઝડપે વાહન ચલાવવાને કારણે સર્જાયેલી આ ઘટનામાં સદનસીબે એરબેગ ખૂલી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.અકસ્માતના પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.