ભરૂચ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર કારેલા ગામ પાસે બે ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ટેમ્પા વચ્ચે ટક્કર થતાં એક ટેમ્પો પલટી ગયો હતો. જોકે, સદનસીબે બંને ટેમ્પાના ચાલકોનો આબાદ બચાવ થયો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, એક ટેમ્પા ચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
બંને ટેમ્પા વચ્ચે ટક્કર થયા બાદ એક ટેમ્પો રસ્તા પર પલટી ગયો હતો.અકસમાતને પગલે ટેમ્પામાં ભરેલી પ્લાસ્ટિકના દાણા જેવી સામગ્રીની બોરીઓ રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. આ ઘટનામાં બંને ટેમ્પાના ચાલકોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.
ભરૂચ: દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર બે ટેમ્પા વચ્ચે અકસ્માત, એક ટેમ્પો પલટી ગયો, બીજા ટેમ્પાએ રેલિંગ કુદાવી
