શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં
સાપ્તાહિક રજા અને પગાર વધારાની માંગ સાથે શ્રમિકોનું આંદોલન
શ્રમિક આંદોલન પર પોલીસનો સપાટો, 6થી વધુ નેતાઓની અટકાયત
મહાઆંદોલન પહેલાં જ યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયત
પાંડેસરા પોલીસે સુરેશ સોનવણે અને મલખાનસિંહની અટકાયત
સુરતમાં શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં મોડમાં આવી ગઈ હતી,અને યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયત કરી હતી.
સુરતમાં એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માંગણીઓને લઈને 15 ઓક્ટોબરથી શ્રમિકો દ્વારા મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે યુનિયનના બે અગ્રણી નેતાઓ સુરેશ સોનવણે અને મલખાનસિંહ સહિત 6થી વધુ કામદાર નેતાઓની અટકાયત કરી લીધી હતી.
જો કે કેટલાક શ્રમિકો કલેકટર કચેરી બહાર ભેગા થયા હતા. પરંતુ વિરોધની પોલીસે મંજૂરી આપી ન હોવાથી શ્રમિકોને ડિટેઈન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સમયે કેટલાક શ્રમિકો પોલીસથી બચવા માટે ભાગી ગયા હતા. જો કે કેટલાક શ્રમિકોને પોલીસે દોડાવી-દોડાવીને ડિટેઇન કર્યા હતા. અત્યાર સુધીમાં 10થી વધુ પોલીસની બસ-વાનમાં શ્રમિકોને ભરીને લઈ જવામાં આવ્યા હતા. ડીસીપીના જણાવ્યા અનુસાર 70 શ્રમિકોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
