રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી તા. ૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સંભવિત ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારનાર હોવાથી જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રવાસ દરમિયાન તા. ૧૯ ઓક્ટોબરે હલદરવા ગામે સ્વચ્છતા અભિયાન અને રાત્રિસભા યોજાશે, જ્યારે તા. ૨૦ ઓક્ટોબરે બોરભાઠા ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાજ્યપાલ મુલદ ચોકડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

બેઠકમાં જિલ્લા કલેક્ટરે રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, પીવાના પાણી, સ્વચ્છતા, વીજ પુરવઠો, તબીબી સુવિધા અને મંડપ વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.