ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

BNS ગ્રુપ દ્વારા આયોજન

રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે

45 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું કરાશે દહન

વિવિધ કાર્યક્રમો પણ યોજાશે

ભરૂચમાં વિજ્યા દશમીના પર્વ નિમિત્તે પ્રથમ વખત BNS ગ્રુપ દ્વારા ૪૫ ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે સાથે જ વિવિધ કાર્યક્રમો પણ યોજાશે

ભરૂચમાં આ વર્ષે દશેરા પર્વે પ્રથમવાર BNS ગ્રુપ દ્વારા શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 45 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે.અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી પર્વની ઉજવણી અંતર્ગત સાંજે શસ્ત્રપૂજનનું પણ આયોજન કરાયું છે.આ ઉપરાંત ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકીના વેશ ધારણ કરનાર 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે.BNS ગ્રુપના સ્થાપક વૃષભ પટેલ, પ્રમુખ તીર્થ પટેલ અને સભ્યોએ ભરૂચની ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.